Thursday, July 21, 2011

એકાદી તો એવી ગર્લફ્રેન્ડ જોઇએ,

એકાદી તો એવી ગર્લફ્રેન્ડ જોઇએ,
એના સામું જોયા વગર આગળ નિકળી જઇએ
તો પણ પાછળ થી બુમા પાડનારી...
આપણાં માટે હસનારી
અને જરુર પડે તો આપણા આંસુ લુછનારી
પોતાના ડબ્બામાનો નાસ્તો,
યાદ રાખીને આપણાં માટે કાઢી રાખનારી...
પ્રસંગોપાત આપણી યાદ તાજી કરનારી
તન-મનથી ભટકી જઇએ તો
ગાલ પર થપ્પડ મારનારી...
સફળતાના શિખર પર બિરાજીએ ત્યારે
આપણો બરડો થપથપાવનારી...
નવરાશની પળોમાં SMS કરનારી
રોજ ભુલ્યા વગર Miss Call કરનારી
આપણો બર્થ ડે એના ઘરે ઉજવનારી...
અને આપણી યાદમાં
આપણે ના હોઇએ ત્યારે આકુળ-વ્યાકુળ થનારી...
સાચ્ચેજ પવિત્ર સબંધ જાળવનારી
એક જ સુંદર સમજદાર ગર્લફ્રેન્ડ જોઇએ
આપણને મિત્ર સમજનારી...

No comments:

Post a Comment