Saturday, July 30, 2011

Gujarati Kavita Collections, Gujarati Funny Shayri

તું હસે છે જયારે જયારે,
ત્યારે ત્યારે તારા ગાલમાં ખાડા પડે છે .

તું હસે છે જયારે જયારે,
ત્યારે ત્યારે તારા ગાલમાં ખાડા પડે છે .
...
હું વિચારું છું બેઠો બેઠો,
કે મારા સિવાય આ ખાડા માં કેટલા પડે છે :)
-------------------------------------------------------------

ન ચાલો મારી આગળ,
કદાચ હું તમારી સાથે પગલા ન ચાલી શકુ,
ન ચાલો મારી પાછળ,
કદાચ હું તમારી આગેવાની ન કરી શકુ,
ચાલો મારી સાથો સાથ,
હું તમારો મિત્ર બની શકુ...


------------------------------------------------------------------------------


કોણે કહ્યું કે અશ્રુઓ આંખોનો ભાર છે,
સઘળાં પ્રસંગે મ્હોરતો નવલો નિખાર છે,

નજરું તમારી પાપણોમાં મ્યાન રાખજો,
ખાંડા સરીખી તેજ લાગણીની ધાર છે,

લહેરાતી લ્હેરખી અને વસંતી વાતનો,
ઊડતાં પતંગીયાઓ જાણે ટૂંકસાર છે,

ઉભો રહ્યો’તો આયના સમક્ષ જે રીતે,
ત્યારે થયું કે "હું" જ મારી આરપાર છે,

કાગળ ન આપને લખ્યો એ મારો દોષ ક્યાં ?
શબ્દો જ, જે મળ્યા નહીં, કસુરવાર છે,

મૃગજળ સમીપ પહોંચવામાં આયખું વિત્યું,
દિવાસળીને ચાંપ, એટલીજ વાર છે,


-----------------------------------------------------------

પોતાના હાથો થી ચહેરો આમ છુપાવો છો કેમ?
મારાથી શરમાઓ છો તો સામે આવો છો કેમ?
ક્યારેક તમે પણ મારી જેમ કરી લો એકરાર,
પ્રેમ કરો છો તો પછી પ્રેમને છુપાવો છો કેમ?
જોઇ આંખોમા આંસુઓ ને મારા, રડો છો કેમ?
હ્રદય ભરાય જાય છે તો પછી તેને દુભાવો છો કેમ?
જ્યારે તકદીર છે મારી આનાથી પછી તમે,
મારા સામે થી આ ઝુલ્ફો હટાવો છો કેમ?
રોજ મરી મરી ને જીવવાનુ કહો છો કેમ?
મળવા આવો છો તો પછી પાછા જતા રહ


-------------------------------------------------------

છુપાવી બેઠો છું
સાગર આખો ભીંતરમાં,
એક વેદનાનું ઝરણું
છુપાવી ના શક્યો..

બળી ગયો આખો
હૂંફ આપવા એમને,
પણ ભીંતરમાં શમા
જલાવી ના શક્યો..

ડુબી ગયો હું એ
મેઘતાંડવ માં,
પણ એ વરસાદ મને
ભીંજાવી ના શક્યો.
  

-------------------------------------------------------

જો તમને ક્યારેક ભુલી જાઉં તો,
સપનામાં આવી યાદ અપાવી જજો,

જો હોય કયારેક ભુલ મારી તો,
પ્રેમથી આવી ને સમજાવી જજો,

જો થઇં જાઉં કયારેક ઉદાસ તો,
યાદો માં આવી ને હસાવી જજો,

જો થાઉં કયારેક નિષ્ફળ તો,
બાજુ માં આવી ટેકો આપી જજો,

જો થઈ જાઉં કયારેક નારાજ તો,
હળવુ સ્મિત આપી ને મનાવી જજો,

પણ, દોસ્તો આ FRIEND નો,
સાથ કયારેય ના છોડી જજો


જો તમને ક્યારેક ભુલી જાઉં તો,
સપનામાં આવી યાદ અપાવી જજો,

જો હોય કયારેક ભુલ મારી તો,
પ્રેમથી આવી ને સમજાવી જજો,

જો થઇં જાઉં કયારેક ઉદાસ તો,
યાદો માં આવી ને હસાવી જજો,

જો થાઉં કયારેક નિષ્ફળ તો,
બાજુ માં આવી ટેકો આપી જજો,

જો થઈ જાઉં કયારેક નારાજ તો,
હળવુ સ્મિત આપી ને મનાવી જજો,

પણ, દોસ્તો આ FRIEND નો,
સાથ કયારેય ના છોડી જજો
 
 

No comments:

Post a Comment