Monday, July 25, 2011

રવિવાર ખોવાઇ ગયો છે....!!


સાત દિવસ ના week માં થી,
રવિવાર ખોવાઇ ગયો છે....
Saturday સુધી ની થકાન થી,
રવિવાર નીચોવાઇ ગયો છે....!!

પહેલા જે રમતા બાળકો રવિવાર આખો,
એ હવે Tuition ના Extra Lectures માં જાય છે....
મમ્મી પણ શાંતિ થી બેસવા ને બદલે,
ઘર ના માળિયા સાફ કરવા લાગી જાય છે....
હવે માંડ કોઇ ઘરે રવિવારે મિઠાઇ બનતી હશે,
ગરમ-ગરમ શીરો કે ગળી રોટલી ઉતરતી હશે....
મળીને કરવાની વાતો Mobile પર જ પતી જાય છે,
આ પણ એક વાર જ છે સોમ, મંગળ, બુધ ની જેમ,
જે આવે છે અને બસ પતી જાય છે....!!

ધસમસતા એ સોમવાર ના સાંઢ થી,
રવિવાર ગભરાઇ ગયો છે....!!
સાત દિવસ ના week માં થી,
રવિવાર ખોવાઇ ગયો છે....!!

લોકો હવે રવિવાર નું ય Schedule બનાવવા માંડ્યા છે,
એકબીજા ના ઘરે જતા લોકો હવે Hotels જવા માંડ્યા છે....
રવિવાર હવે Relax વાર નથી રહ્યો,
ઉજવી નાંખતા સૌ ભેગા થઇ જે ઉત્સાહ ભેર,
પહેલા ની માફક એ કોઇ તહેવાર નથી રહ્યો....
મઘમઘતો ક્યારેક ચોતરફ જે ગુલાબ ની જેમ,
લાગે છે હવે કાંટાળા ઝાડી-ઝાંખરા જેવો....
સૂનો પડ્યો હોય છે કોઇ નિર્જન ખૂણા માં,
કોઇ દુલ્હન ના તૂટી ગયેલા ઝાંઝરા જેવો....!!

બધા ના આટલા Sophistication થી,
રવિવાર શરમાઇ ગયો છે....!!
સાત દિવસ ના week માં થી,
રવિવાર ખોવાઇ ગયો છે....!!

No comments:

Post a Comment