Friday, August 5, 2011

Gujarati Funny Jokes, Gujarati SMS

સર : ‘આજે હોમવર્ક કેમ નથી કર્યું ?’
બંટી : ‘ઘરે લાઈટ નહોતી.’
સર : ‘તો મીણબત્તી સળગાવવી હતી ને…’
બંટી : ‘પણ માચિસને અડકાય એવું નહોતું.’
સર : ‘કેમ ?’
બંટી : ‘માચિસ મંદિરમાં હતી.’
સર : ‘તો ડોબા, નહાઈ લેવું જોઈએ ને ?’
બંટી : ‘નહાઉ ક્યાંથી ? મોટર બંધ હતી.’
સર : ‘તો ચાલુ કેમ ના કરી ?’
બંટી : ‘કીધું તો ખરું ! લાઈટ નહોતી !’
યુવક છોકરી જોવા માટે ગયો બન્નેને વાતચીત માટે એકાંતમાં બેસાડી દેવામાં આવ્યા ગભરાતા ગભરાતા છોકરી બોલી ભૈયા તમે કેટલા ભાઈ-બહેન છો? યુવકે કહ્યું અત્યાર સુધી તો ત્રણ હતા હવે ચાર થઈ ગયા છીએ.
છગન : ‘તારો ભાઈ આજકાલ શું કરે છે ?’
મગન : ‘એણે એક દુકાન ખોલી હતી પણ હમણાં તો જેલમાં છે.’
છગન : ‘અરે ! એમ કેમ ?’
મગન : ‘કારણ કે એણે દુકાન હથોડાથી ખોલી હતી !’

જ્યોતિષી : ‘તમારી હથેળીની રેખા કહે છે કે તમે જ્યાં રહો છો તેની નીચે ખૂબ જ ધન છે, પરંતુ તે તમારા કામમાં લાગવાનું નથી.’
છગન : ‘તમે સાચી વાત કરો છો. હું ફલેટમાં રહું છું અને મારી નીચેના ફલેટમાં બેંક આવેલી છે….’
મમ્મી : આજે કેમ શાળાએથી વહેલો આવી ગયો? પપ્પુ : મચ્છરને માયું એટલે ટીચરે રજા આપી દીધી. મમ્મી : કેમ ? પપ્પુ : મચ્છર ટીચરના ગાલ પર બેઠું હતું.
છગનના ઘરમાં છાપરામાંથી પાણી ટપકવા લાગ્યું. એણે કડિયાને બોલાવ્યો.
કડિયાએ પૂછ્યું, ‘છાપરું ટપકે છે એની ખબર ક્યારે પડી ?’
‘કાલે રાત્રે જમતી વખતે જ્યારે મને સૂપ પૂરો કરતાં બે કલાક થઈ ગયા ત્યારે !’ છગન બોલ્યો.

આંખના ડૉક્ટર : ‘તમને ખરેખર ચશ્માં છે.’
દર્દી : ‘તપાસ કર્યા પહેલાં તમને કઈ રીતે ખબર પડી ?’
આંખના ડૉક્ટર : ‘દરવાજો છોડી તમે બારીમાંથી આવ્યા.’
કાચી કેરીની ચીરી જેવી તું, એક્કા અને દૂરીની પાછળ બ્લાઈન્ડમાં નીકળેલી તીરી જેવી તું !! - 
લોકો કહે છે કે ભગવાન જેને ચાહે છે એને પોતાની પાસે બોલાવી લે છે
એનો મતલબ એ કે
તમને અહી ધરતી ઉપર કોઈ ભગવાન થી પણ વધારે ચાહે છે.
 સરળતા થી કઈ ના મળે તો દુ:ખી ના થશો,
મળી જાય જો બધું તો પ્રયાસ શું કરશો?
સપના બધા હકીકત નથી થતા,
થાય બધું હકીકત તો સપના શું જોશો?......

No comments:

Post a Comment