Monday, August 1, 2011

Gujarati Gazals, Gujarati Kavita from my Friends

 આમ તો જગત આખાની નફ્ફટાઈ ફૂટી-ફૂટીને ભરી છે મારામાં, (એવું લોકો કહે છે...!) પણ તેમની સમક્ષ પ્રેમનો એકરાર કરવા જેટલો નફફટ ના બની શક્યો...
--------------------------------------------------------------------------------
દરેક આંસુ ની ત્યારેજ કિંમત સમજાય છે.. જયારે દિલની નજીક નુ દિલથી દુર થાઇ જાય છે.. દિલાશો એટલોજ કે નશીબ બલવાન છે.. બાકી જીવન માં ના થવાનુ હોય તે બધુજ થાય છે.
----------------------------------------------------------------------------------
એક મોજું એ રીતે અથડાય છે,
સ્વપ્નમાં સૌ વ્હાણ ડૂબી જાય છે.

આ દિવસ ક્યારેય પણ ઊગતો નથી,
રાતનો ખાલી કલર બદલાય છે.

આમ કરતાં આમ કર્યું હોત તો ?
એ બધું વીત્યા પછી સમજાય છે.

તોડવું કઈ રીતથી પેન્સિલ પણું ?
શ્વાસ જન્મે ને તરત બટકાય છે.

માત્ર હું દીવાસળી બોલું અને-
ચોતરફથી આગ લાગી જાય છે.
-----------------------------------------------------------------------------
આ પૃથ્વી પર બે જણા સુખી છે :- "એક બાળક અને બીજો ગાંડો"
તમારું લક્ષ્ય સિદ્ધ કરવા ગાંડા બનો...
..... અને પછી તમારી પાસે જે કઈ છે તે માણવા બાળક બનો..
------------------------------------------------------------------------------
હસવુ નથી છતા હસવુ પડે છે.. કોઇ પુછે કેમ છો તો મજામાં કેહવુ પડે છે.. જીદંગી 1 એવો "રંગમંચ" છે.. જ્યા બરબાદ થાઇ ને પણ નાટક ભજંવુ પડે છે..!
--------------------------------------------------------------------------------
મેં મોત નથી જોયું પણ એ ઓછુ ખુબસુરત નહી હોય કારણ કે દોસ્તો જે પણ એને મળે છે કમબખ્ત જીન્દગી છોડી ને ચાલ્યું જાય છે..
-----------------------------------------------------------------------------------
 ૧ ભાઈ ગૂગલ પર સર્ચ કરતા હતા, કે "Free dinner in 5 Star Hotel",,
.
.
.
.
...અને ગૂગલે સર્ચ માં જવાબ આપ્યો કે, ભાઈ તમે તો ગુજરાતી લાગો છો હો,,,,

No comments:

Post a Comment